સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6 માં રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાનું પાણી, આંગણવાડી, પ્રાથમિક શાળા સહિતની સુવિધાઓ ના અભાવ અંગે મહાનગરપાલિકા માં અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાના નામે માત્ર આશ્વાસન આપતા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6 ની અસુવિધા નું બેનરો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપના ભ્રષ્ટાચાર નો ઘડો ફોડી ભાજપના આગેવાનો સામે રોષ વ્યક્ત કર્યો હતો.