જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે માનનીય જવાહરભાઈ ચાવડાનું ગ્રામજનો દ્વારા ભવ્ય અને આત્મીય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામ ઉત્સવમય માહોલમાં રંગાઈ ગયું હતું. કાર્યક્રમની શરૂઆત ગામની બાળાઓ દ્વારા કંકુ-ચોખા કરીને પરંપરાગત રીતે સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જવાહરભાઈ ચાવડાને રથમાં બેસાડી બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા ગામની મુખ્ય શેરીઓમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.