માંડવી તાલુકાના ઈસર ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂા. 7.43 કરોડના 11 જનસુવિધાના વિકાસકામોનું ખાતમુહૂતી કરવામાં આવ્યું. આ કામો માર્ગ અને મકાન વિભાગ હેઠળ હાથ ધરાશે.આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ અને લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ જનસુવિધાના કાર્યો સાકાર થવાથી ઈસર અને આસપાસના ગામોનો વિકાસ ઝડપી બનશે.