બનાવ અંગેની મળતી વિગતો અનુસાર સરતાનપર ગામથી ભાવનગર પોતાના ઘરે પરત આવી રહેલ પરિવારને અકસ્માત નડ્યો. ઘટનામાં 7 વર્ષની બાળકી ડાભી ક્રિષ્ના પ્રદીપભાઈનું મોત થયું છે. જ્યારે તેના પિતા ડાભી પ્રદીપભાઈ રાજુભાઈ (ઉંમર 30)ને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને માતા દક્ષાબેન પ્રદીપભાઈ ડાભીને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો