માણાવદર તાલુકાના બાંટવા–એકલેરા રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કોડવાવ ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રફુલ ઉર્ફે ભોલો ડાયાભાઇ મેવાડા નામનો શખ્સને અટકાવતા તેના પેન્ટના નેફામાંથી એક ધારદાર છરી મળી આવી હતી. છરી રાખવાની કોઈ મંજૂરી ન હોવા છતાં જાહેરમાં ગેરકાયદેસર રીતે હથિયાર તથા હથિયારબંધ જાહેરનામાનો ભંગ કરાયો હોવાથી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.