સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઇફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો છે.જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના કૂખે આરોપી પાસેથી મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસન પર સવાલ ઉભા થયા છે. વિશાલ ગોસ્વામીને હાઈ સિક્યુરિટી જેલમાં રાખ્યો હોવા છતાં વિશાલ ગોસ્વામી પાસેથી 2 ફોન અને એક સીમકાર્ડ મળી આવ્યું છે