જામનગર: નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી ડૉ.પ્રદ્યુમ્નનો પદગ્રહણ સમારોહમાં વોર્ડ 4 ના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આજે ગુજરાત સરકારના નવનિયુક્ત ગુજરાત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા સાહેબના પદગ્રહણ પ્રસંગે, સ્વર્ણિમ સંકુલ 1 સ્થિત તેમનાં કાર્યાલય ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખશ્રી ગૌત્તમભાઈ ઘેડીયાજી અને તેમની ટીમ સાથે હાજર રહી શુભકામનાઓ પાઠવી અને સન્માન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મોરચાના પદાધિકારીઓ અને વિવિધ જીલ્લા / મહાનગર મોરચાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.