અમદાવાદના નરોડા વિસ્તારમાં પથ્થમારા મામલે 5 આરોપીઓની ધરપકડ...AMCના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સ્થાનિક લારીવાળાઓ દ્વારા પોલીસ અને એસ્ટેટ વિભાગ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે હુમલો કરનાર લોકોનો સામાન ભરી લીધો હતો.