ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આજે (21 ડિસેમ્બર) ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા છે. રાજકોટમાં 14190 ઉમેદવારોનો કસોટી છે. આ પરીક્ષામાં ઉચ્ચ ગુણથી પાસ થયેલા ઉમેદવારોને ધોરણ 1થી 5ના શિક્ષક તરીકે પસંદગી કરાશે.પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રીનો સમય 11:00 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો, પરંતુ ઉમેદવારોને 11:30 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવી ન હતી.