તળાજા: ઠળિયા ગામે ભવ્ય શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની ધામધૂમથી પૂર્ણાહુતિ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામ ખાતે સમસ્ત ખરક જ્ઞાતિ અને ટાઢા પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની આજે ધામધૂમ પૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. કથાના પ્રારંભ પહેલા ગામમાં ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, માતાઓ-બહેનો, યુવાનો અને વડીલો જોડાયા હતા. કથા દરમિયાન રોજબરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ભાવ