ખંભાળિયા: કલ્યાણપુરના પટેલકા ગામે શંકાના આધારે યુવાન પર કાચની બોટલથી જીવલેણ હુમલો, પોલીસે ગુનો નોંધ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પટેલકા ગામે આંબેડકર વાસ ખાતે રહેતા 25 વર્ષીય હિતેશભાઈ ઉર્ફે શૈલેષ ચાવડાને ગામના પરેશ ચાવડાએ શંકાના આધારે બોલાચાલી બાદ જીવલેણ હુમલો કર્યો હતો હિતેશભાઈ મોટરસાયકલ પર ગરબા જોવા જતાં હતાં, ત્યારે પરેશે તેમના માથા પર કાચની બોટલ ફટકારી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ હિતેશભાઈને હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે કલ્યાણપુર પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી