તિલકવાડા: ગમોડ ગ્રામ પંચાયતના ઉતાવરી ખાતે દબાણ હટાવની કામગીરી દરમિયાન ચકમકના દ્રશ્યો સર્જાયા
ઉતાવળી ગામમાં રસ્તાની બાજુમા કરેલ દબાણ બાબતે ગામોડ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે કાયદાકીય રીતે ત્રણ વખત નોટિસ આપવામાં આવેલ તેમ છતાં દબાણ હટાવવામાં નહીં આવતા આજ રોજ ગમોડ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી પોલીસ બંદોબસ્ત સાથે જે સી બી સાથે સ્થળ પર પહોંચી દબાણ હટાવવા માટે કામગીરી કરતા ચકમકના દ્રશ્યો સર્જાયા હતા અને કડક પોલીસ બંદોબસ્ત સાથે જે સી બી ધ્વારા દબાણ હટાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી