મહુવા: મહુવાના ગાંધીબાગમાં મહિલાઓ અને બાળકી પર હુમલો
મહુવા શહેરના ગાંધીબાગ વિસ્તારમાં મહિલાઓ અને બાળકી પર હુમલાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે મહુવામાં રહેતો એક પરિવાર મહિલાઓ અને બાળકો સાથે ગાંધીબાગમાં ફરવા ગયો હતો. દરમિયાન અચાનક ત્રણથી ચાર શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને મહિલાઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.