પંચમહાલ જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં 'મુસદ્દા મતદારયાદી-૨૦૨૬' જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી.