લીલીયા: મંદિરોમાં સુરક્ષા સજ્જતા વધારવા લીલીયા પોલીસની સક્રિય પહેલ,સાધુસંતો અને ટ્રસ્ટીઓ સાથે રચનાત્મક પી.આઈ.નો સંવાદ
Lilia, Amreli | Nov 10, 2025 લીલીયા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.એમ.ડી.સાળુંકેની અધ્યક્ષતામા મંદિરોના પૂજારી, સાધુસંતો,ટ્રસ્ટીઓ અને ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.બેઠકમા મંદિરોની સુરક્ષા અંગે ચર્ચા કરી મંદિરના દાગીના રાત્રિ સમયે મંદિરમાં ન રાખવા,તે બેંક અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ તમામ મંદિરોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને શક્ય હોય ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા અંગે માર્ગદર્શન અપાયું.તેમજ કોઈ પણ જરૂરીયાત વખતે તરતજ 112 જનરક્ષક અથવા પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.