વિંછીયા: વિંછિયા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કાર જપ્ત કરી, આરોપી ફરાર,કુલ ₹5,02,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
વિંછિયા પોલીસે મોટામાત્રા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક સ્વીફ્ટ કાર જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ ₹5,02,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ કાર મારફતે વિદેશી દારૂની હેરફેર કરી રહ્યો છે.