હાલોલ: હાલોલ નજીક આવેલ રાજપુરા ગામે આધેડનું પાણીમાં ડૂબી જવાથી નીપજ્યુ મોત
રાજપુરા ગામના રહેવાસી બળવંતસિંહ ચૌહાણ આજે બુધવારે ભેંસો ચરાવવા માટે ગામની સીમમાં આવેલા પાણીયા કોતર તરફ ગયા હતા. આ દરમ્યાન તેઓ કોતરના ઊંડા પાણીમાં ગરકાઈ જતા બહાર આવી શક્યા નહોતા અને તેમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતુ.આ બનાવની હદ જરોદ પોલીસ મથક વિસ્તારમાં આવતા જરોદ પોલીસે મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.