કતારગામ ધનમોરા ચાર રસ્તા નજીક આવેલ સોસાયટીમાં હત્યા,બે જેટલા અજાણ્યા ઇસમો ફરાર,હત્યા નું કારણ અંકબંધ
કતારગામ ધનમોરા ચાર રસ્તા નજીક આવેલ jkp નગરમાં સોમવારે સાંજે હત્યાનો બનાવ સામે આવ્યો હતો.સરથાણામાં રહેતા વિપુલ માંડાણી સોમવારે jkp નગરમાં પોતાના કામ અર્થે આવ્યા હતા.જે દરમ્યાન કોઈક બાબતે બે જેટલા લોકો જોડે તેઓની માથાકૂટ થઈ હતી.જે બાદ ચપ્પુના ઘા ઝીંકી બંને ઇસમો ફરાર થઈ ગયા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિપુલ ને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.