મહેમદાવાદ: પુષ્પવનઆર્કેડ સામે ગાયનાવાછરડાનું મસ્તક મળી આવતા તૅમજ અન્ય અવશેષો નજરે આવતા પોલીસ દ્વારા ઘટનાને લઈને તપાસ હાથ ધરાઈ
મહે. શહેરમાં ગાયના વાછરડાનું માત્ર મસ્તક મળી આવવાની ઘટના. પુષ્પવન આર્કેડ સામે આવેલ ખુલ્લી જગ્યામાં ગૌમાતા ના કોમળ નાના વાછરડાના માત્ર મસ્તક મળવાની ઘટનાને લઈને લોકોને તેની જાણ થતા એકત્રિત થયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા પી.એસ. આઈ તૅમજ પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે બાજુમાં આવેલ ખેડા રોડ પાસે પણ અન્ય અવશેષો નજરે જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા પંચનામું કરી FSL માટેની તજવીજ તૅમજ અન્ય તપાસ સાથે કામગીરી હાથ ધરાઈ હતી.