માર્ગ અકસ્માત નિવારવા અને જાહેર જનતાના આરોગ્ય અને સલામતીના હેતુ માટે સમગ્ર ભરૂચ જીલ્લા વિસ્તારના જાહેર માર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા, જાહેરમાં પશુઓને ઘાસચારો નાંખવા તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા રખડતાં મુકવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ કરાયો છે.