મુન્દ્રા: મોટી તુંબડીના ગાંજાના કેસમાં આરોપીની સજા સસ્પેન્ડ કરી જામીન આપતી હાઈકોર્ટ
Mundra, Kutch | May 8, 2026 મુંદરાના મોટી તુંબડી સીમમાં `સુતારિયો' નામના ખેતરમાં બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. 494 ગાંજાના છોડ તથા 7.544 કિલો ગાંજાના પાન મળી આવતાં તેની કિ.રૂા. 5,81,300 દર્શાવવામાં આવી હતી અને મુંદરામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી નીરૂભા નિર્મલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2022નો આ કેસ ભુજ સેશન્સ કોર્ટમાં સ્પે. એનડીપીએસ કોર્ટ દ્વ