અંજાર તાલુકાના તુણા ગામે યુવતીની છેડતી અને તેના પિતા અને ભાઈ પર હુમલો કરવાના કેસમાં કંડલા મરીને પોલીસમાં ફરિયાદ થઈ હતી. આરોપીઓ પૈકી લાલગર શંકરગર ગોસ્વામી અને બિપીન ભારથી ગોસ્વામીએ ગાંધીધામ એટ્રોસિટી સ્પેશીયલ જજની કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી. મૂળ ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી એજમલ સોલંકી અને સરકારી વકિલ એસ.જી. રાણાની દલિલોને ગ્રાહય રાખી અદાલતે બંને આરોપીઓના આગોતરા જામીનની અરજી રદ કરી છે.