પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના વતની અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ ઉર્ફે જે.બી.સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વાયરલ કરી યુવક યુવતીઓને પ્રેમ લગ્ન ન કરવાની અપીલ કરી માતા-પિતાની આબરૂ જાય તેવું કામ ન કરવું જોઈએ તેમ જણાવી યુવતીઓને જીન્સ પેન્ટ નહીં પહેરવાની સાથે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાની પણ અપીલ કરી હતી.