તારાપુર: તારાપુર અને ખંભાત પંથકમાં કમોસમી વરસાદને કારણે પાક નુકશાની અંગે સર્વે કરવા માંગ,પાક સહાય માટે નગરાના સરપંચે રજુઆત કરી.
Tarapur, Anand | Oct 29, 2025 ડાંગરનો હબ ગણાતા તારાપુર અને ખંભાત પંથકના ખેતરોમાં પવન સાથે કમોસમી વરસાદે તારાજી સર્જી હતી.તૈયાર ડાંગરનો પાક પડી ગયો હતો અને રવિ પાકોને પણ નુકશાન પહોંચ્યું હતું.ખેતી અને પશુપાલન પર નિર્ભર રહી જીવન ગુજરાન ચલાવતા ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.પાક અને ઘાસચારો પણ પાણીમાં કહોવાઈ જતા ઘાસચારાની તંગી ઉભી થાય તેવી ભીતિ વ્યાપી છે.કપરી પરિસ્થિતિમાં ખેડૂતો પગભેર થાય તે હેતુસર સહાયની માંગ સાથે નગરાના સરપંચે તંત્રને લેખિતમાં રજુઆત કરી હતી.