જાફરાબાદના બાબરકોટ ગામે સ્થિત અલ્ટ્રાટેક કંપનીને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો આજે તા.૨૧ને સાંજે ૫.૦૦ કલાકે વાયરલ થયો છે. જાફરાબાદ યુવા કોંગ્રેસના પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકીએ વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે કંપનીના કારણે ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સિમેન્ટની વધુ પડતી ઉડાનને કારણે જાફરાબાદ બંદરની ખાડી દિન પ્રતિદિન બુરાઈ રહી છે, જેના પરિણામે માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.