લીંબડી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી મથુરાપરા વિસ્તારમાં રહેતા હિતેશ હરિભાઈ સતવારાએ લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેઓ લીંબડી હાઇવે પર કેન્ટીન પાસે તેમનુ GJ 13 BP 5102 નંબરનું બાઇક પાર્ક કરી બાવળા ખાતે દરરોજ ની જેમ નોકરી કરવા ગયા હતા પરત આવી ને જોયું તો તેમનુ પાર્ક કરેલુ બાઇક જોવા મળ્યુ નહતું દિવસભર શોધખોળના અંતે તેમના બાઇકનો પતો ન લાગતા તેમણે લીંબડી પોલીસ સ્ટેશને બાઇક ચોરી ની ફરિયાદ નોંધાવી હતી.