મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 30 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક દબાણ હટાવી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમયમાં દબાણ દૂર નહીં થાય તો મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.