શહેરા તાલુકાના શેખપુર ગામે આવેલા પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે સ્વસહાય જૂથની બહેનોની મિટિંગ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત સખી મંડળની બહેનો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી તાલુકા પંચાયત કચેરી શહેરાના મિશન મંગલમ યોજનાના ક્લસ્ટર કો.ઓર્ડીનેટર સહીતનાઓ દ્વારા યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.