મહેમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે શતાબ્દીવર્ષે સંઘના કાર્યકર્તાઓ દ્વારા નગરમાં પથ સંચાલન કરાયુ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )જે સંઘના 100 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે શતાબ્દી વર્ષે શેઠ.જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ. વિજ્યા દશમી ઉત્સવ નિમિત્તે મોટી સંખિયામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા નગરમાં ભગવા ધ્વજ સાથે ઢાળવિસ્તાર,બજાર વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં થઈને પથ સંચાલન થકી નગર બ્રહ્મણ કરવામાં આવ્યું હતું. તે સમયે નગરજનોએ પુષ્પવર્ષા કરી કાર્યકર્તાઓનું સ્વાગત સન્માન કર્યુ હતું. સમગ્ર વાતાવરણ રાષ્ટ્રમયસમું જોવા મળ્યુ હતુ.