વેજલપુર: ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી પાટીદાર બિલ્ડર હત્યા કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો
અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણી મર્ડર કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો. મંગળવારે 11 કલાકે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગળની તપાસ માટે આ પાટીદાર બિલ્ડર હત્યા કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. જમીન-રૂપિયાની લેતીદેતીમાં બિલ્ડર મનસુખે સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ સહિત 4 લોકોની ધરપકડ કરી છે.