એલસીબી પીઆઇ એન.એન ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે પદમા ફેમીલી માર્ટ સ્ટોરમાં રેઈડ કરી ૨૬,૨૦૦ ની કિંમતના ઈ-સિગારેટના જથ્થા સાથે આરોપી દિપેશ સ/ઓ ઘનશ્યામ ગીધવાણીને પકડી પાડી,ઈ સિગારેટ અને મોબાઈલ સહિત કુલ 31,200 નો મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.