ધાનેરા: માવઠાને કારણે ધાનેરામાં સૂકા ઘાસચારાની અછત, ભાવ થયા ડબલ.
સતત અને કમોસમી વરસાદને કારણે બનાસકાંઠામાં ઘાસચારાની તંગી સર્જાઈ છે. સામાન્ય દિવસોમાં પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રમાંથી આવતો ઘાસચારો આ વખતે પૂરતા પ્રમાણમાં નથી મળી,પૂરના કારણે ઘાસચારો બગડી જતા હાલ પશુપાલકો સરકાર પાસે ઘાસચારોના ડેપો ખોલવાની માંગ કરી રહ્યા છે.