અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજે બપોરે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મોતાલી પાટિયા સ્થિત મહાદેવ હોટલ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છોટા હાથી ટેમ્પોમાં બેઠેલ બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.