કાલોલ નગરમાં આગામી યોજાનાર વિરાટ હિન્દુ સંમેલનને લઈ પ્રભાતફેરી યોજાઈ હતી. જેમાં કાલોલ નગરના વિવિધ સોસાયટી અને વિસ્તારોમાં રામધૂન અને દેશભક્તિના ગીતો સાથે ફરીને દરેક હિન્દુ પરિવારને વિરાટ હિન્દુ સંમેલનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રભાતફેરી નું આયોજન કાલોલ નગરના વિવધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.