નડિયાદ: પનીર ચિલ્લીમાંથી મરેલો વંદો મળી આવતા વલ્લભનગર ચોકડી પાસે રવિન્દ્ર નાનકિંગ હોટલ સીલ કરાઈ
નડિયાદના વલ્લભ નગર ચોકડી પાસે સ્થિત રવિન્દ્ર નાનકિંગ નામની હોટલમાંથી ગ્રાહક દ્વારા પનીર ચીલી ઓર્ડર કરવામાં આવ્યું હતું. ઓર્ડર કરેલું પાર્સલ ઘરે જઈને ખોલતા તેમાંથી મરેલો વંદો મળી આવ્યો હતો જેને લઈ ગ્રાહક દ્વારા કોર્પોરેશનની ટીમને જાણ કરવામાં આવી હતી જેને પગલે કોર્પોરેશનની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને હોટલમાં તપાસ હાથ ધરતા સ્વચ્છતા નો અભાવ સહિતની ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી જેને લઇ તાત્કાલિક ધોરણે હોટલ સીલ કરવામાં આવી હતી.