રાજકોટ પશ્ચિમ: મનપાની બેદરકારીથી ગવલીવાડના વોંકળામાંપડી જવાથી એક આશાસ્પદયુવકે જીવ ગુમાવ્યો,કોંગ્રેસનેતા દ્વારા તાત્કાલિક તપાસની માંગણી
આજરોજ ગવલીવાડ વિસ્તારમાં આવેલ વોકળામાં પડી જવાથી એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.જેને લઇને આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ કોંગ્રેસ નેતા વશરામ સાગઠીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. જેને લઈને તેના પરિવારને વળતર મળવું જોઈએ તેમજ આ મામલે વિજિલન્સ તપાસ થવી જોઈએ.