મહુવા: તરેડ-કોજળી વચ્ચેના જર્જરિત રોડ પર સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર પલટી ગયું
મહુવા તાલુકાના તરેડ અને કોજળી ગામ વચ્ચે આવેલા જર્જરિત માર્ગ પર આજે સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી, જોકે ટ્રેક્ટરને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તરેડ-કોજળી વચ્ચેનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. રોડ પર મોટા ખાડાઓ અને અસમતલ સપાટી હોવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ જ કારણસર સિમેન્ટ ભરેલું ટ્રેક્