પાલીતાણા: નાનીમાળ ગામે ચોરીના ઇરાદે ગૂંચેલા શંકાસ્પદ ઈસમને પોલીસે ઝડપી લીધો
ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન વહેલી નાનીમાળ ગામની પ્રાથમિક શાળા પાસે આવેલી દુકાનોના તાળા ફંફોળતા દિનેશભાઈ દુલાભાઈ વાઘેલા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને શંકાસ્પદ રીતે રખડતો મળી આવતા પોલીસે તેની સામે જી.પી. એક્ટ કલમ 122(સી) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.