દીનદયાલ પોર્ટ દ્વારા તુણા આસપાસની 1500 એકર જમીન પરથી દબાણો હટાવવાની કામગીરીનો દરિયાકાંઠાના મીઠા ઉત્પાદકોએ ઉગ્ર વિરોધ કર્યો, ગતરોજ અંજાર, ગાંધીધામ અને ભચાઉના મીઠા ઉત્પાદકો મોટી સંખ્યામાં ગાંધીધામ સ્થિત પોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું હતું.મીઠા ઉત્પાદકોએ રજૂઆત કરી છે કે અત્યારે સીઝન ચાલુ હોવાથી ડિમોલિશન કરવાથી હજારો લોકોની રોજીરોટી છીનવાઈ જશે. તેમણે ખાતરી આપી છે કે સીઝન પૂરી થયા બાદ તેઓ સ્વૈચ્છિક રીતે જમીન ખાલી કરી દેશે