મહુવા: લોંગડી ગામે અચાનક વરસાદ, ખેડૂતોમાં નુકસાનની ભીતિ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભર ઉનાળાની વચ્ચે અચાનક માવઠું વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મહુવાના લોંગડી ગામે આજે અચાનક વાતાવરણમાં પલટો આવી ધીમી ગતિએ વરસાદ શરૂ થયો હતો. અચાનક પડેલા આ વરસાદથી ખેડૂત વર્ગમાં નુકસાનની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને ખેતરમાં ઉભા પાક અને કાપણી માટે તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજ