ભિલોડા: તાલુકામાં ધોધમાર વરસાદ, ગોવિંદનગર સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી
અરવલ્લી જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.બપોર દરમિયાન અસહ્ય ઉકળાટને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો,સાંજ ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રાહતનો માહોલ સર્જાયો હતો.ભિલોડા શહેર તથા ગોવિંદનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીથી પરેશાન જનજીવનને ઠંડકનો અહેસાસ થયો હતો. વરસાદી ઝાપટાં સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં પ્રજાજનોમાં આનંદ છવાયો હતો.