અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલ સાગર રેસિડેન્સી સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી મહેશભાઈ શિવશંક૨ભાઈ પ્રસાદના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમે તેમના ઘરના મેઈન દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી પીતળના વાસણો, ઈલેકટ્રીક સગડી, ચાર સાડી, ત્રણ ડ્રેસ મળી કુલ ૨૨,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.