દાંતા: હાલમાં નવા મંત્રી બનેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા શિખર પર ધજા ચઢાવી
ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને હાલમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને તેઓ વન અને પર્યાવરણ મંત્રી બન્યા છે ગઈકાલે વન અને પર્યાવરણ મંત્રી બન્યા બાદ તેઓ આજરોજ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અહીં તેમને ગોળથી તોલવામાં આવ્યા હતા અને તે ગોળ ગૌશાળામાં આપવામાં આવ્યો હતો તેમણે અંબાજી મંદિરમાં દર્શન કરી માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી