જાફરાબાદ સહિત અમરેલી જિલ્લામાં હવે કોઈપણ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અથવા સુપરવાઈઝરને નોકરીમાં રાખી શકશે નહીં. તમામ સુરક્ષા કર્મચારીઓના બાયોડેટા, વેરીફિકેશન ફોર્મ અને આધાર કાર્ડની નકલ સાથે પોલીસ પાસે વેરીફિકેશન કરાવવું ફરજિયાત બનાવાયું છે. વેરીફિકેશન વગર કોઈપણ સંસ્થા સુરક્ષા કર્મચારી રાખશે તો એજન્સી અને સંસ્થા બંને સામે કાનૂની કાર્યવાહી થશે.