સોમવારના રોજ સુરતના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો વરાછા વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાયરલ વિડીયો ની અંદર મહિલા હાથમાં ચપ્પલ લઈ યુવકને જાહેરમાં મેથીપાક ચખાડી રહી છે. જેની પાછળનું કારણ મોબાઈલ ચોરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોની વાત માનવામાં આવે તો બજારમાં રહેલી મહિલા પાસેથી યુવકે મોબાઇલ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન મહિલાએ યુવકને ઝડપી પાડતા લોકટોળું એકત્ર થઈ ગયું હતું.લોકોએ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી.