પાલીતાણા: સ્વામી વિવેકાનંદ કોલેજ નો એનએસએસ કેમ્પની પુર્ણાહુતી યોજાઈ
સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા તા. 21 થી 27 ડિસેમ્બર દરમિયાન NSS વિશેષ વાર્ષિક શિબિરનું અનોખું આયોજન રોણવેલ મુકામે કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 200 વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે ભાગ લઈ વલસાડ-ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ મુલાકાત, દમણમાં બીચ સફાઈ, ચીખલી-સાપુતારામાં ટ્રેકિંગ તેમજ ડાંગ-વઘઈના ઔષધિ ગાર્ડનની મુલાકાત લીધી હતી. શિબિર દરમિયાન સફાઈ અભિયાન, જનજાગૃતિ નાટકો, પ્રભાતફેરી, બૌદ્ધિક સત્રો, રમતો અને તંબુ નિવાસ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી