થોડા દિવસો પહેલા ભાવનગરમાં કરચલિયા પરા ખાર વિસ્તારમાં જયેશભાઇ યાદવ પાસે કેટલાક ઈસમોએ પહેલા રૂ.૨૦,૦૦૦ની માંગણી કરી, છરી બતાવી કારખાનુ સળગાવી દેવાની ધમકી આપી રૂ.૨,૦૦૦ બળજબરીથી લઈ લીધા હતા. બાદમાં બીજા દિવસે હથિયારો સાથે કારખાને આવી બાકી રકમની માંગણી કરી, ઈનકાર કરતાં પથ્થરમારો કરી ફરીયાદી અને તેના પરિવારને ઇજા પહોંચાડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી, જે ઘટનામાં પકડવાના બાકી જગાભાઈ બાંભનિયાને ઝડપી લીધો