પાલીતાણા: સુવાળી પટેલ વિસ્તારમાં નગરપાલિકાના ગઢની દિવાલ ધરાશાઇ થઈ
ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં નગરપાલિકાના ગઢની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પાલિતાણાના સુંવાળી પટેલ વિસ્તારમાં આવેલ આ ગઢની દીવાલ પડવાથી નજીકના ઘરોમાં નુકસાન થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જર્જરિત દીવાલને વહેલી તકે ઉતારી લેવા માટે છ મહિના પહેલાં નગરપાલિકાને લેખિતમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાની બેદરકારીને કારણે આ ઘટના બની.