મહુવા: મહુવાની સાત વર્ષની બાળકી સ્તુતિ પાંચાણીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
વડોદરા ખાતે BAPS સંસ્થા દ્વારા પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 12,723 જેટલા બાળ-બાલિકાઓએ એકસાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કર્યું હતું. આ અનોખી અને ઐતિહાસિક સિદ્ધિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહુવાની સાત વર્ષની બાળકી સ્તુતિ પાંચાણીએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યુ