માલપુર: માલપુરમાં વહેલી પરોઢે ધોધમાર વરસાદ, મુખ્ય રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો
માલપુરમાં આજ રોજ વહેલી પરોઢે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક પડેલા આ ભારે વરસાદથી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા. મુખ્ય રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા.લાંબા વિરામ બાદ આવેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાનું માહોલ છવાયો છે. મગફળી અને સોયાબીનના પાકમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.